Sunday, March 1, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં ડમ્પર ચલાવવાની માથાકૂટમાં ત્રણ યુવાનો પર આઠ શખ્સોનો...

    વાંકાનેરના જાલીડા ગામે કારખાનામાં ડમ્પર ચલાવવાની માથાકૂટમાં ત્રણ યુવાનો પર આઠ શખ્સોનો ઘાતક હથિયારો વડે હુમલો…

    વાંકાનેર તાલુકાના જાલીડા ગામે કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે અગાઉ થયેલ માથાકૂટના ખારમાં ત્રણ યુવાનોને રસ્તામાં રોકી આઠ શખ્સોએ મળી લોખંડના પાઇપ, ધોકા તથા કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સાર્દુલભાઇ મેરાભાઇ લોહએ વાંકાનેર તાલુકા પોલીસમાં આરોપી ૧). ભુપતભાઇ ઘુસાભાઇ હાડગરડા, ૨). જગમાલભાઇ હાડગરડા ૩). જીવણભાઇ નારૂભાઇ હાડગરડા (રહે. ત્રણેય જાલીડા), ૪) જગાભાઇ ગોવિંદભાઇ સુસરા (રહે.ભલગામ), ૫). વિપુલભાઇ કોળી (રહે. હોલમઢ) તથા ત્રણ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી પોતાના બાઇક પર બાઉન્ડ્રીથી જાલીડા ઘર તરફ આવી રહ્યા હોય, ત્યારે તુલસી હોટલ પાસે હાઈવે રોડ પર આરોપીઓએ તેમને રસ્તામાં રોકી,

    અગાઉ કારખાનામાં ડમ્પર ચલાવવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી ગાળાગાળી કરી પિસ્તોલ જેવું હથિયાર બતાવી ધાકધમકી આપતા હોય, દરમિયાન ફરિયાદીના ભત્રીજા વિજયભાઈ અને ભાણેજ રાહુલ ઉર્ફે મેહુલ ત્યાંથી નિકળતા ત્રણેય યુવાનો પર આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ, કુહાડી અને લાકડાના ધોકા વડે હુમલો કરી બેફામ માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ મામલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!