વાંકાનેર વિસ્તારની જીવા દોરી સામાન મહાકાય મચ્છુ એક ડેમ વર્તમાન ચોમાસાના સમયમાં સતત બીજી વખત ઓવરફ્લો થતાં નાગરિકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે, જેમાં અગાઉ ઓગસ્ટ મહિનામાં પડેલ અતિભારે વરસાદના કારણે મચ્છુ 1 ડેમ 4.75 ફુટ જેટલો ઓવરફ્લો થયા બાદ સમય જતાં ઓવરફ્લો બંધ થયો હોય, જે બાદ છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેર વિસ્તારમાં પડેલ અતિભારે વરસાદના કારણે મચ્છુ 1 ડેમ ફરીથી 0.30 ફૂટ જેટલો ઓવરફ્લો થઈ રહ્યો છે…
છેલ્લા બે દિવસમાં ડેમ સાઈડમાં પડેલા વરસાદના કારણે મચ્છુ 1 ડેમમાં નવા પાણીની આવક શરૂ થતાં ડેમ ફરી ઓવરફલો થયો છે, જેમાં હાલ ડેમમાં 1157 ક્યુસેક જેટલા પાણીની આવક નોંધાઇ રહી છે, જેથી વરસાદની આગાહીને પગલે નાગરિકોને નદી વિસ્તારમાં અવર-જવર ન કરવા અને સાવધાન રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg