Sunday, April 5, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ભલગામ નજીકથી પંપમાંથી ગેરકાયદેસર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે પાંચ ઇસમો ઝડપાયાં,...

    વાંકાનેરના ભલગામ નજીકથી પંપમાંથી ગેરકાયદેસર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે પાંચ ઇસમો ઝડપાયાં, 48.33 લાખનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકામાં ગેરકાયદેસર રીતે ધમધમતા શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી (ઇંધણ)ના વેચાણના મોટા કૌભાંડનો મોરબી ક્રાઈમ બ્રાંચ (LCB) અને વાંકાનેર પોલીસે પર્દાફાશ કર્યો છે. જેમાં ભલગામની સીમમાં આવેલી માલકીયા હોટલ પાસેથી એચ. એમ. એન્ટરપ્રાઇઝ નામના પંપ પર છાપો મારીને પોલીસે કુલ રૂ. ૪૮,૩૩,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી કાળાબજારી કરતા પાંચ શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે બાતમી મળી હોય કે, વાંકાનેરના ભલગામ નજીક આવેલ માલકીયા હોટલ પાસે એચ. એમ. એન્ટરપ્રાઇઝમાં “માય ઈકો એનર્જી ઈન ડીઝલ” નામના પંપનો સંચાલક પોતાના આર્થિક ફાયદા માટે ટેન્કર મારફતે બહારથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી મંગાવીને પોતાની સ્ટોરેજ ટાંકીમાં એકત્ર કરી વેચાણ કરતો હોય, જેના આધારે વાંકાનેર વિભાગના DySP અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સાથે દરોડો પાડી પોલીસે એચ.એમ. એન્ટરપ્રાઇઝમાંથી કોઈપણ પ્રકારના બિલ કે આધારપુરાવા વગરનો ૨૯,૦૦૦ લિટર અનઅધિકૃત જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ. ૨૩,૨૦,૦૦૦/- થાય છે. આ ઉપરાંત ટેન્કર અને અન્ય સાધનસામગ્રી મળીને પોલીસે કુલ રૂ. ૪૮,૩૩,૫૦૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કર્યો છે…

    આ દરોડા દરમિયાન પોલીસે પંપના સંચાલક અજીતસિંહ નવધણસિંહ જાડેજા (રહે. કનકનગર સોસાયટી, રાજકોટ) તેમજ અન્ય આરોપી રવિભાઇ દાદભાઈ ધાધલ (રહે. નવાગામ, સાત હનુમાન મંદિર પાસે, રાજકોટ), નરેન્દ્રભાઈ પ્રવિણચંદ્ર જોષી (રહે. નવાગામ સ્લમ ક્વાર્ટર, મકાન નં-૩૯, રાજકોટ) નયનભાઇ મોહનભાઇ મકવાણા (રહે. નવાગામ આણંદપર, રાજકોટ) અને નયનભાઇ વિજયભાઇ વાળા (રહે. નવાગામ આણંદપર, રાજકોટ)ને ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!