વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના અરણીટીંબા ગામે પ્લોટ વિસ્તારમાં રમેશભાઈ કોળીના ઘર પાસે ચોકમાં જુગારનો દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ૧). રમેશભાઈ પ્રેમજીભાઈ ડાભી, ૨). ઘનશ્યામભાઈ રૂપાભાઈ સાંતોલા, ૩). પ્રવીણભાઈ વેરશીભાઈ પરમાર અને ૪). ભાવિનભાઈ દિલીપભાઈ સાંતોલાને રોકડ રકમ સહિત કુલ રૂ. 5,740 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ ઇસમો સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA