વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા યુવાનના ઘર સામે રાત્રીના બે ઈસમોએ એકટીવાની લાઈટ ચાલુ રાખી હોય, જેને લાઇટ બંધ કરવાનું કહેતા આ બાબતે સારું નહીં લાગતા ત્રણ મહિલા સહિત છ ઇસમોએ યુવાન પર હુમલો કરી માર મારતાં આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં પોલીસ ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા ફરિયાદી રામાભાઇ માનાભાઈ સિંધવ (ઉ.વ. ૪૫)એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ૧). સમદ જાનમામદભાઈ મોડ, ૨). સેજુ ઓસમાણભાઈ, ૩). સોહિલ ઓસમાણભાઈ, ૪). સાયરાબેન વા./ઓ. જાનમામદભાઈ મોડ, ૫). મુમતાજબેન વા./ઓ. ઓસમાણભાઈ અને ૬). નિલોફરબેન ડો./ઓ. ઓસમાણભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ગતરાત્રીના આરોપી સમદ અને સેજુએ ફરીયાદીના ઘર સામે એક્ટીવાની લાઇટ ચાલુ રાખી હોય, જેને લાઇટ બંધ કરવાનુ કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….