વાંકાનેર ખાતે વિદ્યાભારતી પરિવાર દ્વારા સંસ્થામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં શ્રી કે. કે. શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય, શ્રીમતી વી. એસ. શાહ ઉત્તર માધ્યમિક વિદ્યાલય (વિજ્ઞાનપ્રવાહ) અને શ્રીમતી એલ. કે. સંઘવી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો માટે શુભેચ્છા તથા ધોરણ 12ના વિદ્યાર્થીઓનો વિદાય તેમજ વર્ષ 2023-24માં ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ગઇકાલે યોજાયો હોય, જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન તેમજ 56 તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું….
આ તકે સંસ્થાના પ્રમુખ અમરશીભાઈ મઢવી તથા વિનુભાઈ રૂપારેલીયા, બી.આર.સી મયુરસિંહ ઝાલા, ટ્રસ્ટી કલ્પેન્દુભાઈ મહેતા, આચાર્ય દર્શનાબેન જાની તથા નિલેશભાઈ ધોકીયા, કલ્પેશભાઈ ભટ્ટ સહિતનાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm