વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ખાતે આજરોજ ગુરુવારે વાંકાનેર પોલીસ ટીમ દ્વારા ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક જાગૃતિ માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓના હસ્તે પોલીસ દ્વારા હેલ્મેટ, શિટ બેલ્ટ સહિતના ટ્રાફિક નિયમોનું ભંગ કરતા વાહનચાલકોને ગુલાબનું ફૂલ આપી હવેથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપી જાગૃતિ લાવવા પ્રયાસ કરાયો હતો….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ખાતે ટ્રાફિક નિયમો અંગે જાગૃત લાવવા વાંકાનેર ડિવિઝનના ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પીઆઇ હુકુમતસિંહ જાડેજા તથા ટ્રાફિક પીઆઇ એચ. વી. ઘેલા અને ટીમ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરતાં વાહન ચાલકોને અટકાવી નવા વઘાસીયા પ્રાથમિક શાળાના બાળકોના હસ્તે ગુલાબના ફૂલ આપી ટ્રાફિક નિયમોની વિદ્યાર્થીઓ દ્વારા સમજ આપી માર્ગ અકસ્માતથી બચવા હવેથી નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm