ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલના ઉત્તમ નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોના અનેક પ્રશ્નોના સફળ પરિણામ પ્રાપ્ત થયા છે. જે પૈકી તાજેતરમાં જ 01/04/2005 પહેલાના કર્મચારીઓને રાજ્ય સરકાર દ્વારા જૂની પેન્શન યોજનામાં સમાવવાના નિર્ણય માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સફળતાને બિરદાવવા માટે રવિવારે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માર્ગદર્શન હેઠળ ટંકારા અને વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનો સન્માન કાર્યક્રમ હરબટીયાળી ગામે યોજાયો હતો…
આ તકે ટંકારા અને વાંકાનેર તાલુકાના શિક્ષકો તરફથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી જૈમિનભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ બંને તાલુકાના શિક્ષકો તરફથી રાજ્ય સંઘને રૂ.1,51,000 ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી રૂ. 11000, મોરબી શહેર અને ગ્રામ્ય શિક્ષક સંઘ તરફથી રૂ. 20100, માળિયા શિક્ષક સંઘ તરફથી રૂ. 15000 તેમજ હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી રૂ. 5100 ની રકમના ચેક અર્પણ કરી રાજ્ય સંઘનું સન્માન કરવામાં આવ્યું હતું...
આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની નવી કારોબારીમાં ઉપપ્રમુખની વરણી થવા બદલ વિરમભાઈ દેસાઈનું પણ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ ઘટક સંઘ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું….
આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ, ઉપપ્રમુખ શાંતુભાઈ મોડા, મોરબી જી. પ્રા. શિ. સંઘના પ્રમુખ દિનેશભાઇ હુંબલ, મહામંત્રી પ્રફુલભાઈ નાયકપરા, ના. જિ.પ્રા.શિ. ડી.આર.ગરચર સાહેબ, શિક્ષક જ્યોતના સંપાદક જીજ્ઞેશભાઈ પટેલ, ધ્રોલ તા.પ્રા.શિ. સંઘના પ્રમુખ ગજેન્દ્રસિંહ, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી, વાંકાનેર બી.આર.સી. મયૂરરાજસિંહ પરમાર, તાલુકા સંઘના કારોબારી સભ્યો તેમજ બહોળી સંખ્યામાં ટંકારા અને વાંકાનેરના શિક્ષકો ઉપસ્થિત રહયા હતા…
સમગ્ર કાર્યક્રમના સફળતાપૂર્વકના આયોજન માટે ટંકારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કલ્પેશભાઈ ફેફર, મહામંત્રી વિરમભાઈ દેસાઈ, વાંકાનેર પ્રમુખ યુવરાજસિંહ વાળા, મહામંત્રી નજરુદ્દીન માથકીયા તેમજ બંને તાલુકાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જયેશભાઈ પાડલીયા દ્વારા કરવામાં આવ્યું હતું…