Friday, September 20, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની તીથવા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા સેવા સદનની કચેરીની મુલાકાત લીધી....

    વાંકાનેરની તીથવા હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશન તથા સેવા સદનની કચેરીની મુલાકાત લીધી….

    વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે આવેલ શ્રી તિથવા હાઇસ્કુલમાં અભ્યાસ કરતા ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ સરકારી કચેરીઓની કામગીરી વિશે માહિતી મેળવવા આજરોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર તાલુકા સેવા સદન કચેરીની મુલાકાત લીધી હતી. જેમાં તાલુકા પી.એસ.આઈ. એલ. એ.ભરગા દ્વારા વિદ્યાર્થીઓને પોલીસની કામગીરી વિશે સમજ આપી હતી….

    આ સાથે જ હાલની મોટી સમસ્યા પૈકી સાઇબર ક્રાઇમ, બેંક ફ્રોડ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતી આપી દીકરીઓની છેડતી સંદર્ભે પોલીસ કેવી રીતે ઉપયોગી થઈ શકે તે માટેના 181 હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપી હતી. આ સાથે જ તીથવા બીટ જમાદાર કીર્તિસિંહ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસમાં ઉપયોગી હથિયારો બતાવી તેના વિશે માહિત આપી હતી.

    તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત બાદ વિદ્યાર્થીઓએ વાંકાનેર તાલુકા સેવા સદન કચેરીની મુલાકાત લીધી હતી, જેમાં મામલતદાર શ્રી યુ. વી. કાનાણી દ્વારા મામલતદારના કાર્ય-ફરજો વિશે માહિતી આપી સરકારની વિવિધ વહીવટી પાંખોની જવાબદારીઓ વિશે સવિશેષ ચર્ચાઓ કરી હતી‌. જે બાદ વિદ્યાર્થીઓએ કચેરીની વિવિધ શાખાઓ પ્રાંત કચેરી, મહેસુલ, મધ્યાહન ભોજન, સહાય, રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતની કામગીરી વિશે માહિતી મેળવી હતી….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!