વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા અલગ અલગ તળાવોની જલ સંગ્રહ શકિત વધારવા અને જમીનના તળ ઉંચા લાવવા તેમજ ખેડૂતોના ખેતરોની ફળદ્રુપતા વધારવા ખેડૂતોને તળાવોમાંથી કાંપ ઉપાડવા મંજુરી આપવા બાબતે ગુજરાત રાજ્ય હના સિંચાઈ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી કોંગ્રેસ અગ્રણી ઇરફાન પીરઝાદા દ્વારા માંગ કરવામાં આવી છે….
બાબતે તેમણે પોતાની રજુઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં ૧૦૨ ગામો સમાવિષ્ટ છે તથા તાલુકાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલા છે. સિંચાઈના સ્ત્રોતોમાં કુવા તથા બોરમાં પાણીના તળ ઊંડા ગયેલા છે તેમજ સારા ચોમાસામાં મચ્છ-૧ ડેમ ભરાય ત્યારે જ આ કમાન્ડ એરીયામાં આવતા ગામોને રવિ પાક માટે સિંચાઈનો લાભ મળી શકે છે. ત્યારે વાંકાનેર તાલુકાના ઘણા બધા ગામોમાં ગામ તળાવો આવેલા છે. રામપરા અભયારણ્ય સહિતના જંગલો, પહાડો તથા ટેકરાળ વિસ્તાર સાથેનું તાલુકાનું ભૂપૃષ્ઠ ચોમાસાના પાણીથી ગામ તળાવોને ભરવામાં સહાયક બને છે.
ગામ તળાવોમાં સંગ્રહાતો વરસાદનો પાણીનો જથ્થો તળાવની આજુબાજુના વિસ્તારમાં કુવા-બોરના તળ ઊંચા લાવવમાં મદદરૂપ થઈ શકે તેમ છે. પરંતુ અછતના વર્ષ ૧૯૭૪માં (ઘણા વર્ષો પહેલા) બનેલા આ તળાવોમાં કાપ ભરાઈ ગયેલ હોવાથી તળાવોની જલ સંગ્રહશકિત ઘટી છે. તેમજ કેટલાક તળાવોમાં પાળી કે વેસ્ટ વિયરના સામાન્ય રિપેરીંગના અભાવે ચોમાસું પાણી વેડફાઈ જાય છે. “જળ એ જીવન છે” એ ઉકિતને સાર્થક કરવાની સરકારની તળાવ સુધારણા યોજનામાં નકકર પરિણામ પ્રાપ્ત થાય તે માટે ખેડૂતો વધેલા જલ સંગ્રહના ઉપયોગથી જીવન નિર્વાહ કરી શકે અને ગામ તળાવમાંથી ખેડૂતોને સિંચાઈ માટે મહતમ પાણી પ્રાપ્ત થઈ શકે તેવા શુભ આશયથી તળાવોમાંથી ખેડુતોને સ્વ-ખર્ચે માટી લઈ જવાની મંજુરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm