તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ પીએસઆઇ કક્ષાના પોલીસ મથકોને પીઆઈ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવ્યા હોય, ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકને પણ પીએસઆઇમાંથી પીઆઇ કક્ષામાં અપગ્રેડ કરવામાં આવેલ હોય, જે બાદ આજરોજ મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં સૌ પ્રથમ પીઆઇ તરીકે મોરબી લીવ રિઝર્વમાં રહેલ ડી. વી. ખરાડીની નિમણૂક કરવામાં આવી છે. જેમણે આજથી જ વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે ચાર્જ સંભાળ્યો છે..
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે નવનિયુક્ત થયેલ ડી. વી. ખરાડી અગાઉ મહીસાગર જિલ્લામાં ફરજ બજાવતા હોય, જેમાં તાજેતરમાં જ તેમણી મોરબી જિલ્લામાં નિમણૂક કરવામાં આવી હોય અને લીવ રિઝર્વમાં રાખવામાં આવેલ હોય, જે બાદ આજરોજ તેમણી વાંકાનેર તાલુકા પીઆઇ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L