વાંકાનેર એસ.ટી. બસ ડેપો ખાતે ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 11 જેટલા કર્મચારીઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા હોય જે તમામ કર્મચારીઓનો નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ શનિવારે ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત કરી અને તેમને નિવૃત્તિ વિદાય આપી નિવૃત્ત જીવનની શુભકામનાઓ આપવામાં આવી હતી…
એસ.ટી. કર્મચારી મંડળ સંચાલિત બાપા સીતારામ ગ્રુપ અને વાંકાનેર એસ.ટી. કર્મચારી પરિવાર વાંકાનેર દ્વારા આયોજીત આ નિવૃત્ત સન્માન અને વિદાય સમારંભમાં વાંકાનેર ડેપોમાં એ.ડી.એમ ખાતે ફરજ બજાવતા મહેબૂબભાઈ લાહેજી, જલાલભાઈ બાદી, કિરીટસિંહ ઝાલા, એસ.ટી. ડ્રાઇવર દેવેન્દ્રભાઈ મહેતા તથા અશોકપરી ગોસ્વામી, કન્ડક્ટર અતુલભાઈ રાજ્યગુરૂ, જે. બી. ઝાલા, મનસુખભાઇ રાઠોડ તથા તુલસીભાઈ પાઠક તેમજ વર્કશોપના નાથાભાઈ ઝાલા તથા નયનભાઈ પાટડીયા એસ.ટી વિભાગમાં પોતાની ફરજ બજાવી નિવૃત્ત થતા આ તમામ કર્મચારીઓને સન્માનિત કરી નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું….
આ તકે એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા, રાજકોટ વિભાગીય એસ.ટી.ના નિયામક જે. બી. કલોતરા, વિભાગીય પરિવહન અધિકારી વી. બી. ડાંગર, વિભાગીય યાંત્રીક ઈનચાર્જ ઈજનેર એન. વી. ઠુમ્મર, વાંકાનેર ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઈ રાવલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/EoJQt2myi9pA3z1D8mU7Jc