મુળ રાજસ્થાનના વતની અને ટ્રક કન્ટેનર ચલાવી ગુજરાન ચલાવતા એક યુવાન જે ટ્રક કન્ટેનર લઇને વાંકાનેરના રાતાવીરડા ગામે આવેલ હોય દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર કારખાનામાં પાર્ક કરેલ ટ્રક કન્ટેનરની પાછળના ભાગે પોતાની જાતે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા આશ્ચર્યજનક બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ લોસેરો સિરામિક ફેકટરીમાં રાજસ્થાનથી ટ્રક કન્ટેનર નં. GJ 12 BZ 8594 લઇને આવેલા કન્ટેનર ટ્રક ચાલક દિનેશસિંહ ગોવિંદસિંહ રાવત (ઉ.વ. 27, રહે. રાજસમંદ, રાજસ્થાન)એ આશ્ચર્યજનક રીતે કોઈ અગમ્ય કારણોસર કન્ટેનર ટ્રકની પાછળના ભાગે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની ફેકટરી સંચાલકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm