Friday, November 22, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે રોંગ સાઈડમાં આવતું ડમ્પર આઇસર...

    વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે રોંગ સાઈડમાં આવતું ડમ્પર આઇસર સાથે અથડાતા એકનું મોત….

    રોંગ સાઈડમાં આવતું ડમ્પર ધડાકાભેર આઇસર સાથે અથડાતા ડમ્પર ચાલકનું મોત….

    વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પર રોંગ સાઈડમાં આવતા એક ડમ્પર વાહન ચાલકે સામેથી પોતાની લેનમાં આવતા આઇસર સાથે ધડાકાભેર પોતાનું વાહન ભટકાડતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક રંગપર ગામના બોર્ડ પાસે નેશનલ હાઈવે પરથી પસાર થતા ડમ્પર નંબર GJ 03 BW 8913 ના ચાલક કાળુભાઈ ઉર્ફે રવિ પરસોતમભાઈ બેરડીયા (ઉ.વ. ૩૨, રહે. રાજકોટ) એ પોતાનું વાહન ડ્રાઇવિંગ લાઇસન્સ વગર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે રોંગ સાઈડમાં ચલાવી સામેથી પોતાની લેનમાં આવતા અજાણ્યા આઇસર વાહન સાથે અથડાવતાં ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં ડમ્પરના મોરાનો ભાગ દબાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ડમ્પર ચાલકનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!