Monday, April 6, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર જર્જરીત પુલના સ્થાને નવા પુલને...

    વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર જર્જરીત પુલના સ્થાને નવા પુલને અંતે મંજૂરી….

    (પ્રતિકાત્મક તસ્વીર)

    વાંકાનેરના પંચાસર બાયપાસ પર આવેલ મચ્છુ નદી ઉપર હયાત પુલ લાંબા સમયથી જર્જરીત હાલતમાં ફેરવાયો હોય, જેની રિનોવેશન કામગીરી બાદ પણ પુલ ભારે વાહનો માટે સક્ષમ ન હોવાના કારણે અહીં બાજુમાં એક નવો પુલ બનાવવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જે મામલે વાંકાનેર ધારાસભ્ય કાર્યાલયથી પ્રાપ્ત માહિતી મુજબ આ નવા પુલ માટે અંદાજે રૂપિયા 55 કરોડનો ખર્ચ થવાનો છે….

    બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરના પંચાસર બાયપાસ પર આવેલ મચ્છુ નદીનો વર્તમાન પુલ અગાઉ ડેમેજ થવાના કારણે વાહન વ્યવહાર માટે જોખમી બન્યો હતો, જેને તાજેતરમાં રીપેરીંગ કરીને ફરી શરૂ કરવામાં આવ્યો છે. જોકે વધતા વાહન વ્યવહાર અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ હયાત પુલની બાજુમાં જ એક નવા પુલની માંગણી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવી હતી, જે અનુસંધાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપતા હવે હયાત પુલની બાજુમાં ટુ-લેન વિથ ફુટપાથ સુવિધાવાળો નવો બ્રિજ બનાવવામાં આવશે. આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા મંજૂરીની જાણ ધારાસભ્યને કરવામાં આવતા જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!