વાંકાનેર શહેરમાં ગઈકાલે મધ્યરાત્રીના સમયે એક થાર ગાડીમાં પેલેસ્ટાઈનના ઝંડા તેમજ અન્ય બે કારમાં લીલા રંગના ઝંડા ફરકાવી બેફામ સ્પીડે આ ત્રણેય કાર ચલાવી લોકો ઉપર જોખમ ઉભું કરતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે વાંકાનેર સીટી પોલીસે કાર નંબરના આધારે ગુન્હો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ તા.26ની મધ્યરાત્રીએ વાંકાનેર શહેરમાં વાંઢા લીમડા ચોકથી જીનપરા જકાતનાકા જવાના રસ્તે મહિન્દ્રા થાર કાર નં. GJ 03 MH 5510, સ્વિફ્ટ કાર નં. GJ 03 PD 9211 તેમજ એક નંબર પ્લેટ વગરની કારમાં પેલેસ્ટાઈન દેશ તેમજ લીલા રંગના ઝંડા લગાવી ત્રણેય કાર ચાલકો પૂરપાટ ઝડપે પસાર થતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં, આ મામલે વાંકાનેર સીટી પોલીસે વિડીયોના આધારે કાર ચાલકોની ઓળખ કરી ત્રણેય કાર ચાલકો વિરુદ્ધ બીએનએસ કલમ 281 તેમજ 125 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1