વાંકાનેર શહેરની સિવિલ હોસ્પિટલ નજીક પેડક વિસ્તારમાં જવા માટેના રસ્તે વર્ષોથી જૂનું નાલું જર્જરીત હાલતમાં હોય, જેમાં કોઇ દુર્ઘટના સર્જાઇ તે પુર્વે ગઇકાલે વાંકાનેર નગરપાલિકા દ્વારા આ જર્જરીત નાલાને તોઠી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી….
વાંકાનેર નગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પિટલ પાસેથી પેડક વિસ્તારમાં જવા માટેના રસ્તે લાંબા સમય પહેલા પાણી નિકાલ ઉપર સાંકળું નાલુ બનાવવામાં આવ્યું હોય, જે નાલુ ઘણા સમયથી જર્જરીત હાલતમાં જોખમી બની જતા તેને તોડી પાડવામાં આવ્યું હતું, આ સાથે જ અહીં નવું નાલું બનાવવા માટે નગરપાલિકા દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હોય, જેની નિર્માણ કામગીરી પણ ટુંક સમયમાં જ શરૂ કરવામાં આવશે તેમ નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે….