વાંકનેર શહેર ખાતે આજરોજ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં અરજદારોની 680 અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો…
મોરબી જિલ્લામાં કલેક્ટરશ્રી કે. બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે વાંકાનેર ખાતે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી ગિરીશ સેરૈયાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રના 13 જેટલા વિભાગોની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. લોકોએ બહોળા પ્રમાણમાં આ સેવાઓનો લાભ લીધો હતો. જ્યાં વિવિઘ સેવાઓ અર્થે અરજદારો દ્વારા કરવામાં આવેલી 680 અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg