Monday, March 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં...

    વાંકાનેર નગરપાલિકાના સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવો, 26 વિસ્તારોને નગરપાલિકામાં સમાવિષ્ઠ કરવા માંગ….

    શહેરની મધ્યમાં આવતા વિસ્તારો વર્ષોથી નોંધારા, અગાઉ નગરપાલિકાની મધ્યમાં આવેલ વિસ્તારોને અવગણી હદ બહારના વિસ્તારોને પાલિકામાં સમાવિષ્ટ કરાયા ; અમારો શું વાંક ?

    તાજેતરમાં વાંકાનેર નગરપાલીકાના વર્ગને અપગ્રેડ કરવામાં આવ્યો છે, ત્યારે શહેરની આસપાસના બિનખેતી રહેણાંક વિસ્તારને પાલિકામાં સમાવવા કોંગ્રેસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી સહિતનાઓને લેખિતમાં રજૂઆત કરી સીટી તલાટી રેવન્યુમાં આવતા અલગ અલગ 26 વિસ્તારોને પાલિકામાં સમાવિષ્ટ કરી નગરપાલિકા સાત વોર્ડની ફેરરચના કરી નવ વોર્ડ બનાવવા માંગ કરવામાં આવી છે….

    બાબતે મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં જણાવાયું છે કે, ચાલુ વર્ષને રાજ્ય સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે જાહેર કરવમાં આવેલ છે. ત્યારે વાંકાનેર શહેરની મધ્યે તથા શહેરના અત્યંત નજીક સિટી તલાટી રેવન્યુ હદમાં અનેક સોસાયટીઓ છે, જે બિનખેતી રહેણાંક વિસ્તારની સોસાયટીઓ હોય, જેનો પાલિકામાં સમાવેશ કરી હાલ પાલિકાના સાત વોર્ડ છે તેમાં સુધારા સાથે નવ વોર્ડ કરવામાં આવે, જેથી જે પ્રજાજનો વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાનથી વંચિત રહે છે, તેને મતાધિકાર મળશે સાથે જ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ પણ મળી શકશે…

    આ વિસ્તારના નાગરીકો કોઈપણ ગ્રામ પંચાયત, વાંકાનેર તાલુકા પંચાયત, મોરબી જિલ્લા પંચાયત અને વાંકાનેર નરગપાલીકાની હદમાં આવતા ન હોઈ સ્થાનીક સ્વરાજની સંસ્થાના અભાવે આ વિસ્તારમાં પાયાની નાગરીક સુવિધાઓની સદંતર અભાવ છે. આ વિસ્તારોમાના રોડ, રસ્તા, શુદ્ધ પાણી, સફાઈ, પાકી ભુર્ગગ ગટરો, સ્ટ્રીટ લાઈટો સહિતની પાયાની સુવિધાઓ પ્રાપ્ય નથી. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓને મળતી સરકારી ગ્રાન્ટ સહિતના કોઈપણ લાભ આ વિસ્તારોને મળતા નથી જેથી વિકાસના કામો થતા નથી. તમામ વિસ્તારો બિસ્માર હાલતમાં છે. આ સોસાયટીના રહીશોને જન્મ-મરણ નોંધણી, લગ્ન રજીસ્ટ્રેશન, મકાન બાંધકામ પરવાનગી, આવક તેમજ જાતીના દાખલા જેવી જરૂરીયાતોની સુવિધાઓ માટે કોઈ સરકારી કચેરી જવાબદારી સ્વીકારતી નથી. પરીણામે આવા જરૂરી સરકારી દસ્તાવજો મેળવવાથી આ વિસ્તારના રહીશો આમ તેમ ધકકા ખાય છે અને પારાવાર મુશ્કેલી અનુભવી રહ્યા છે…

    ઉપરોક્ત વિસ્તારો વાંકાનેર શહેરની મધ્ય તથા અત્યંત નજીક આવેલા છે અને ત્યા મોટી સંખ્યાોમાં નાગરીકો વર્ષોથી વસે છે. પરંતુ આ વિસ્તારો સીટી તલાટી રેવન્યુ હદમાં આવતા હોઈ તમામ પ્રકારની પાયાની નાગરીક જરૂરીયાત થી વંચીત છે. અહીંના નાગરીકો પાયાની જુરૂરીયાત રોડ, રસ્તા, શુદ્ધ પાણી, સફાઈ, પાકી ભુર્ગભ ગટરો, સ્ટ્રીટ લાઈટ વગેરેના અભાવે પીડાય છે. મહત્વની બાબત તો એ છે કે આ વિસ્તારોમા વસ્તા મોટી સંખ્યામાં નાગરીકો ઓબીસી વર્ગ તથા મુસ્લિમ સમાજના છે. તેમના પ્રત્યે સામાજીક ભેદભાવ રાખીને વાંકાનેર નગરપાલીકાની ચુંટણીઓમાં ભાગ લેવાથી રોકવા માટે નગરપાલીકાના સતાધીશો દ્વારા આ વિસ્તારોને વાંકાનર નગરપાલીકાની હદમાં સમાવેશ કરવા દેવામાં આવતો નથી, તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે…

    પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રજૂઆતમાં જણાવાયું હતું કે, કુદરતી રીતે અને ભૌગોલીક રીતે આ વિસ્તારો વાંકાનેર નગરપાલીકાની હદમાં જોડાવા માટે અનુકુળ છે. ઉપરાંત વાંકાનેર નગરપાલીકાની હદમાં આ વિસ્તારોનો સમાવેશ કરવાથી નગરપાલીકાને પ્રોપટી ટેક્ષ, પાણી ટેક્ષ સહીતના વેરાઓની આવકથી આર્થિક લાભ પણ થશે. ઉપરોકત વિષય બાબતે તા. ૧૪.૧૧.
    ૨૦૨૧ના રોજ કોંગી અગ્રણી અને એપીએમસીના પૂર્વ ચેરમેન ઈરફાન પીરઝાદા દ્વારા શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર અને વિરોધપક્ષ નેતા વિધાનસભા ગાંધીનગર સમક્ષ લેખીતમાં અરજી આપેલ છે….

    વધુમાં કોંગી નેતાઓએ જણાવ્યું છે કે આગામી નગરપાલીકાની ચુંટણીઓ પહેલા તાત્કાલીક ધોરણે ઉપરોકત વિસ્તારોનો સમાવેશ વાંકાનેર નગરપાલીકાની હદમાં કરવામાં આવે તેવી અમારી માંગણી છે. આ બાબતે જો તાત્કાલીક નિર્ણય નહી કરવામાં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે અને કોર્ટના માર્ગે ન્યાય માટે લડત લડવા પણ અરજકર્તાએ તૈયારી દાખવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!