વાંકાનેર નગરપાલિકા દ્વારા આજથી વેરાની ચુકવણી ન કરનાર આસામીઓ સામે લાલ આંખ કરી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં લાંબા સમયથી વેરો ન ભરનાર ત્રણ આસામીઓની મિલ્કતને પાલિકા દ્વારા સિલ કરવામાં આવી છે…
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ઘણા લાંબા સમયથી વેરો ન ભરનાર આસામીઓ/મિલ્કત ધારકો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જેમાં શહેરના ગ્રીન ચોક ખાતે એક દુકાન, મેઇન બજારમાં એક દુકાન તેમજ હનુમાન શેરીમાં એક મકાન માલિક દ્વારા લાંબા સમયથી વેરાની ચુકવણી ન કરતાં આ ત્રણેય મિલ્કતોને આજરોજ નગરપાલિકા દ્વારા સિલ કરવામાં આવી હતી.
વધુમાં આગામી સમયમાં વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનો, મકાનો, કોમ્પલેક્ષ સહિતની જગ્યાઓ પર અલગ અલગ ટીમ બનાવી વેરો વસૂલાત ઝુંબેશ શરૂ કરી વેરાની ચુકવણી ન કરનાર લોકો સામે મિલ્કત જપ્તિ સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે, તેવું નગરપાલિકાના સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm