ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની ગઇકાલે બદલી કરવામાં આવી છે અને વર્ગ- 2 ના 44 અધિકારીઓને વર્ગ -1ના અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં વાંકાનેર પ્રાંત અધિકારી (ડેપ્યુટી કલેકટર) તેમજ વાંકાનેર મામલતદારની પણ અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે, જે બંને જગ્યાએ સરકાર દ્વારા નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે….
વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા સિદ્ધાર્થ ગઢવીની બદલી કરી તેમની ડી.સી., સ્ટેમ્પ ડયુટી-જુનાગઢ મુકવામાં આવ્યાં છે, જ્યારે તેમની જગ્યાએ વાંકાનેર પ્રાંત અધિકારી તરીકે ડો. વિપુલકુમાર સાકરીયાની નવી નિમણુંક કરવામાં આવી છે….
આ સાથે જ વાંકાનેર મામલતદાર તરીકે ફરજ બજાવતા ઉત્તમ કાનાણીની કલોલ(રૂલર), જી. ગાંધીનગર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે, જ્યારે તેમની જગ્યાએ વાંકાનેર મામલતદાર તરીકે માળીયાથી ખેંગારકુમાર વી. સાનીયાની નિમણૂક કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L