Sunday, April 5, 2026
More
    Homeમુખ્ય સમાચારઅંતે વાંકાનેરની મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ કામગીરી શરૂ, નાગરિકોને ફાટકની સમસ્યામાંથી...

    અંતે વાંકાનેરની મચ્છુ નદી પર બ્રિજ નિર્માણ કામગીરી શરૂ, નાગરિકોને ફાટકની સમસ્યામાંથી મુક્તિની આશા….

    વાંકાનેર શહેરને સામાકાંઠા વિસ્તાર સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલ મિલપ્લોટ રેલવે ફાટક અવારનવાર બંધ રહેતા મિલપ્લોટ, વીશીપરા સહિતના અનેક વિસ્તારોના નાગરિકો તેમજ રેલવે સ્ટેશન તરફ જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. લાંબા સમયથી ચાલતી આ સમસ્યાને ધ્યાનમાં રાખી વાંકાનેર નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો…

    નગરપાલિકા દ્વારા મિલપ્લોટ ફાટકની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળે તે હેતુસર મચ્છુ નદી પર ભાટિયા સોસાયટીના સ્મશાન પાસેથી મિલપ્લોટ ચોક સુધી સીધો માર્ગ જોડે તેવા નવા પુલના નિર્માણનું આયોજન કરવામાં આવ્યું હોય, જેનું થોડા સમય પહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પુલના નવનિર્માણ માટે વર્ચ્યુઅલ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું….

    ખાતમૂહુર્ત બાદ હવે આ પુલના નિર્માણની કામગીરી વાસ્તવમાં શરૂ થતાં સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પુલનું નિર્માણ પૂર્ણ થતાં મિલપ્લોટ રેલવે ફાટક પરની અવરજવર અને ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે તેવી નાગરિકોમાં આશા જાગી છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!