તાજેતરમાં જ ઓવરબ્રિજ પર ગાબડું પડતાં બ્રિજ બંધ કરી પુનઃ જુનો કોઝવે શરૂ કરાયો, ભારે વરસાદના કારણે કોઝવે પણ બંધ થતાં વાહનચાલકો હેરાનપરેશાન….
વાંકાનેર વિસ્તારમાં રવિવારે સાંજથી શરૂ થયેલા વરસાદના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે વાંકાનેરનો રાજકોટ સાથેનો સંપર્ક તૂટી ગયો છે, જેમાં વાંકાનેરના કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર તાજેતરમાં ઓવરબ્રિજ પર ગાબડું પડી જતા તંત્ર દ્વારા ઓવરબ્રિજ બંધ કરી પુનઃ જુનો કોઝવે શરૂ કરવામાં આવ્યો હોય, જે કોઝવેમાં આજરોજ આ વિસ્તારમાં પડેલ ભારે વરસાદના કારણે આસોઇ નદીમાં પાણીનો પ્રવાહ વધતાં કોઝવે બંધ થતા વાંકાનેરા-કુવાડવા રોડ પર સમગ્ર વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, જેના કારણે હજારો વાહન ચાલકો અટવાઇ જતા બંને તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે….
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર-કુવાડવા રોડ પર ખીજડીયા ગામના બોર્ડ પાસે આસોઇ નદી પર બનેલ મહાકાય ઓવરબ્રિજમાં તાજેતરમાં જ ગાબડું પડતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે બ્રિજને બંધ કરવામાં આવ્યો હોય અને વાહન વ્યવહાર માટે પુનઃ જૂનો માઇનોર કોઝવે શરૂ કરવામાં આવ્યો હોય, ત્યારે આજ રોજ વાંકાનેર પંથકમાં પડેલ ભારે વરસાદના કારણે આસોઇ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતાં જૂના કોઝ-વે પર પાણીનો પ્રવાહ વધતા કોઝવે બંધ થયો છે જેના કારણે બંને તરફ હજારો વાહનો અટવાઈ જતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા છે, જેથી નાગરિકોને ચક્રવાત ન્યુઝ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અવરજવર માટે વાહન ચાલકોએ આ રૂટની જગ્યાએ અન્ય રૂટ પસંદ કરવો….
આ સાથે જ હાલ ઘણાં વાહનચાલકો જુના ડેમેજ થયેલા બ્રિજનો જોખમી રીતે ઉપયોગ કરતા હોય, જેથી નાગરિકોએ સલામતીના ભાગરૂપે આ બ્રિજનો ઉપયોગ ન કરવા જનહિતમાં ચક્રવાત ન્યુઝ દ્વારા અપીલ કરવામાં આવે છે. આ સાથે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય બન્યું છે….