વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસેથી પોતાના બાઇક પર પસાર થતા મહોમદમુજીબ નજરૂદિનભાઈ શેરસિયા (ઉ.વ. ૨૧, રહે. કોઠી) નામના યુવાનને સામેથી રોંગ સાઈડમાં પુર ઝડપે આવતી કાર નં. GJ 03 PD 9271 ના ચાલકે હડફેટ લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હોય, જેમાં બાઇક ચાલક યુવાનને પગના ભાગે ફ્રેક્ચર તથા શરીરે ઇજાઓ પહોંચી હોય, જે બાદ હાલ આ બનાવમાં કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેરના યજ્ઞપુરૂષનગરના બોર્ડ પાસે હાઇવે પર કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાન ઇજાગ્રસ્ત….
RELATED ARTICLES