જેતપરડા તથા હસનપર ગામની સીમમાં બે સ્થળોએ દરોડો, ખનીજ માફીયાઓમાં ફફડાટ….
વાંકાનેર વિસ્તારમાં આજરોજ મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા બે અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ખનીજચોરી ઝડપી લેવામાં આવી હોય, જેમાં ખાણ ખનીજ વિભાગે જેતપરડા ગામની સીમમાં આવેલ Q-REX કારખાના પાછળી એક જેસીબી મશીન નં. GJ 36 S 3848ને સેન્ડસ્ટોનની ખનીજચોરી કરતા તેમજ હસનપર ગામે ગેગડી વિસ્તારમાંથી એક TATA HITACHI એક્સકેવેટર મશીન EX200LC 2001-13718 અને એક ડમ્પર નં. GJ 18 AX 8418ને સેન્ડસ્ટોનની ખનીજચોરી કરતા રંગેહાથ ઝડપી લીધા હતા.
આ બંને દરોડામાંથી ખાણકામ મશીન ઓપરેટર માલકિયા અનિલભાઈ બાબુભાઇ (રહે. જાલી), સરૈયા ભરતભાઈ મોહનભાઇ (રહે. જેતપરડા) તથા રાજીવ દેવનારાયણ યાદવ (રહે. મૂળ બિહાર, હાલે હસનપર) અને ડમ્પર ચાલક/માલીક રાજ વિનોદભાઈ વિંઝીવાડીયા (રહે. લુણસરિયા) તથા પેથાભાઈ રાઘવભાઈ સરૈયા (રહે. હસનપર) હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલતા ખાણ ખનીજ વિભાગે આશરે એક કરોડ જેટલો મુદ્દામાલ સીઝ કરી વાંકાનેર સીટી પોલીસ મથકે સોંપી ખનીજચોરીની માપણી તથા તપાસ શરૂ કરી છે…