Sunday, February 15, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ચાલું ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસ્યો, કરૂણ...

    વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ચાલું ટ્રેનમાં ચઢવા જતાં મુસાફરનો પગ લપસ્યો, કરૂણ મોત…

    વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ રવિવારે બપોરના સમયે વાંકાનેર–મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનમાં મુસાફરી કરવા જતાં ચાલું ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતા એક મુસાફરનો પગ લપસ્યો હતો, જેમાં માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા મુકેશભાઈ મોતીભાઈ વરિયા (ઉ.વ. ૫૯, રહે. મોરબી) નામના મુસાફરનું કરુણ મોત થયું હતું. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. હાલ આ ઘટનાને પગલે રેલ્વે પોલીસના હેડ કો. કુલદિપસિંહ ઝાલા દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!