વર્તમાન શ્રાવણ માસમાં જુગારની બદી નાબુદ કરવા વાંકાનેર સીટી તથા તાલુકા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન લીંબાળા, નવાપરા, ભાટીયા, વેલનાથપરા, કોટડા નાયાણી ગામે જુગારના દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા 15 પત્તા પ્રેમીઓને ઝડપી લીધા હતા, જેમાં પ્રથમ ભાટીયા સોસાયટી પાછળ સ્મશાનની બાજુમાંથી આરોપી ૧). જીતેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ૨). વિવેક સંજયભાઈ ધામેચાને જુગાર રમતા 6,290 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા દરોડામાં લિંબાળા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૧). રમેશભાઈ વરવાભાઈ કાંટોડિયા, ૨). રણછોડભાઈ રાઘવભાઈ કાંટોડિયા, ૩). ગડા ગીધાભાઈ અબાણીયા, ૪). નવઘણ જીવાભાઇ કાંટોડીયા, ૫). કેવલ દીપાભાઇ કાંટોડીયા અને ૬). વિશાલ સેલાભાઈ કાંટોડીયાને ઝડપી લીધા હતા…
ત્રીજા દરોડામાં પોલીસે નવાપરા મચ્છુ નદીના પુલના છેડે પુલ નીચેથી ૧). નાનજીભાઈ ઉર્ફે નાનાભાઈ છનાભાઈ કડીવાર અને ૨). મનોજભાઈ રમેશભાઈ કડીવારને રૂ. 2750 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ચોથા દરોડામાં પોલીસે વેલનાથપરા શેરીમાં વાદીડા હનુમાન મંદિર પાસે ખુલ્લા પટમાંથી જાહેરમાં જુગાર રમતા ૧). મનોજભાઈ જગદીશભાઈ શંખેસરીયા અને ૨). મુક્તાબેન રમેશભાઈ સાંથલિયાને રૂ. 2500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….
પાંચમા દરોડામાં પોલીસે કોટડાનાયણી ગામે દેવીપુજક વાસ અક્ષર દુકાન વાળી શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ૧). કાસમભાઈ આહમદભાઈ ઠેબા, ૨). ફિરોજભાઈ અલારખાભાઈ ઠેબા અને ૩). બસીરભાઈ ઉર્ફે સબીરભાઈ કાસમભાઈ પલેજાને જુગાર રમતા રૂ. 1,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા….