વાંકાનેરના જીનપરા જકાતનાકા નજીક રેલ્વે ઓવરબ્રિજ પહેલા ગત રાત્રિના વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રહેતા એક યુવાનને કોઈ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવેના રેલ્વે ઓવરબ્રીજ પહેલા રેલ્વે ટ્રેક પર કીમી નં. ૩૦૨/૩૬ પાસે ગત મોડી રાત્રીના નિર્મલભાઈ કિરીટભાઇ સોલંકી (ઉ.વ. ૩૭, રહે. ગૌશાળા રોડ, જીનપરા, વાંકાનેર) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગોરખપુર-ઓખા એક્સપ્રેસ ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસ અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવની વધુ તપાસ હેડ કો. ધર્મેન્દ્રસિંહ આર. જાડેજા ચલાવી રહ્યા છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm