વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં ગતરાત્રિના તસ્કરોએ તરખાટ મચાવતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં એકસાથે છથી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી કિંમતી સર સમાનની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક આગેવાનોએ બનાવની જાણ વાંકાનેર સીટી પોલીસને કરતા નિદ્રાધીન પોલીસ તપાસ માટે દોડતી થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી બનાવમાં કોઇ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોય અને નોંધાશે પણ નહીં…!
બનાવની પ્રાત વિગતો મુજબ શિયાળો શરૂ થતા જ વાંકાનેર વિસ્તારમાં રોજબરોજ ચોરીના બનાવો વધી રહ્યા છે, જે પોલીસ માટે પણ પડકારરૂપ બન્યા છે, આવા બનાવોમાં પોલીસની નાકામિયાબી છતી ન થાય અને ઢાંકપિછોડા કરવા પોલીસ પણ સાણી બની અને જે ચોરીના બનાવોમાં તસ્કરો પકડાય એમ હોય તે જ બનાવોની પોલીસ ફરિયાદ નોંધવામાં આવતી હોવાની ચર્ચાઓથી ગુંજી રહી છે, ત્યારે વધુ એક આંખે વળગે તેવી ચોરીની ઘટના સામે આવી છે, જેમાં વાંકાનેર શહેરની મધ્યમાં જીનપરા વિસ્તારમાં ગતરાત્રિના તસ્કરોનો તરખાટ મચાવી એક સાથે છ થી સાત જેટલા બંધ મકાનોને નિશાન બનાવી મકાનોના તાળા તોડી કિંમતી સર સમાન તેમજ રોકડ રકમની ચોરી કરી નાસી જતાં ખળભળાટ મચી ગયો છે….
હાલ આ ચોરીના બનાવોમાં સ્થાનિક આગેવાનો દ્વારા નિંદ્રાધીન પોલીસ તંત્રને બનાવની જાણ કરતાં ઢાંકપિછોડો કરવા તાત્કાલિક પોલીસ ટીમો તપાસ માટે ઘટના સ્થળે દોડી ગઈ હોવાની માહિતી સામે આવી છે…