મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં આવેલ વાડીમાં વાઢેલી લીલી જારના પુરા નીચે સંતાડી રાખેલ 5.27 લાખનો વિદેશી દારૂ-બિયર ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામની સીમમાં જાલીડા તરફ જવાના રસ્તે આવેલ આરોપી બચુભાઇ પોપટભાઈ બોળીયા (રહે. હોલમઢ)ના કબ્જા ભોગવટા હેઠળની વાડીમાં દરોડો પાડી વાડીમાં લીલી વાઢેલ જારના પુરા નીચેથી બેગપાઇપર ડીલક્ષ વ્હીસ્કીની 564 નંગ બોટલો તથા કિંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયરના 1512 નંગ ટીન સહિત કુલ રૂ. 5,27,400 ની કિંમતનો મુદામાલ ઝડપી લીધો હતો…
મોરબી એલસીબી ટીમના આ દરોડા દરમ્યાન આરોપી બચુભાઈ પોપટભાઈ બોળીયા સ્થળ પર હાજર નહીં મળી આવતાં આ બનાવમાં પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….