શાળાની વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ વિશે માહિતી તથા ટ્રાફિક નિયમન અંગે માર્ગદર્શન અપાયુ…
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા આજરોજ શહેરની ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ખાસ સાયબર ક્રાઇમ વિશે જાગૃતિ અને ટ્રાફિક નિયમોના પાલન માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પોલીસ વિભાગ દ્વારા બંને મુદ્દે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું..્
મોરબી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટર મોબાઇલના માધ્યમથી થતા સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓ જાગૃત બને અને ટ્રાફિક અંગે પણ માહિતગાર બને તેવા પ્રયાસોના ભાગરૂપે આ સેમિનાર યોજાયો હતો જેમાં વાંકાનેર સિટી પીએસઆઇ ડી. વી. કાનાણી અને તેમની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD