વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક આજરોજ રવિવારે રાત્રિના સમયે હાઇવે પર પસાર થતા વાહન હડફેટે ચડી જતા એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, જેથી બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઇ હોવાની માહિતી મળી રહી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના ગારીડા-જાલસીકા-મેસરીયા વિડી વિસ્તારને દિપડાઓએ ઘર બનાવી લીધું છે, ત્યારે આજરોજ રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ ગારીડા ગામ નજીક તળાવ પાસે વીડી વિસ્તારમાંથી હાઇવ પર ચડી આવેલા એક દિપડાને હાઇવે પરથી પસાર થતા અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા દીપડાનું મોત થયું હતું, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી દિપડાના મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ માટે લઇ ગયા હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm