વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ નાશતા ફરતા આરોપીઓની શોધી કાઢાવ પ્રયત્નશીલ હોય દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુન્હામાં નાશતો ફરતો આરોપી અમીરાજભાઈ રવુભાઈ ખવડ (ઉ.વ.૨૪, રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર, તા.સાયલા જી. સુરેંદ્રનગર)ને વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….