વાંકાનેરની એચ. એન. દોશી આર્ટ્સ & આર. એન. દોશી કોમર્સ કોલેજ ખાતે NSS યુનિટ દ્વારા યુગે યુગે નારી પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં વધતા જતા સ્ત્રીરોગ અંગે મહિલાઓમાં જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો હતો. આ તકે ડો. ગોરવાડીયા તથા ડો. અંકિતા સાણંદિયાએ બહેનોને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી વિવિધ સમસ્યાઓનું નિવારણ આપ્યું હતું.
આ તકે સમારંભના ઉદ્ઘાટક તરીકે ચિરાગભાઈ શેઠ, મુખ્ય મહેમાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી NSS કો. ઓર્ડી. ડો. એન. કે. ડોબરીયા, મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, અતિથિ વિશેષ ડો. ઘનશ્યામ ગોરવાડીયા, કોલેજના પ્રિન્સિપાલ ડો. ચુડાસમા ડો.અંકિતા સાણંદિયા તેમજ આગાખાન ગ્રામ્યના મનીષાબેન વાજા તથા સર્વે સ્ટાફગણ તેમજ એન.એસ.એસ.ની તમામ વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન કું. ખ્યાતિ ત્રિવેદીએ કરેલ હતું. અને કાર્યક્રમનું સંકલન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર ડો. મયુર જાનીએ કર્યું હતું….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47