વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેર નજીક નેશનલ હાઈવે પર યજ્ઞપુરૂષનગર પાસે પેટ્રોલપંપ સામેથી પસાર થતી એક મહિન્દ્રા બોલેરો પીકઅપ નં. GJ 03 BE 3201 ને રોકી તલાસી લેતા બોલેરોના ઠાઠામાંથી 1000 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે બોલેરો ચાલક ઇમરાનભાઈ ઉર્ફે ભાઇજાન રજાકભાઈ ડેલીવાળા (રહે. ચોટીલા) અને સંજયભાઈ ઉર્ફે બગો દુદાભાઈ મેર (રહે. મોટી મોલડી) ને બોલેરો તથા દેશી દારૂના જથ્થા સહિત કુલ રૂ. ૫,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા…

આ બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં દારૂનો જથ્થો મોકલનાર તરીકે વિજયભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયા (રહે. રેશમીયા) અને દારૂની. જથ્થો મંગાવનાર તરીકે કુલદીપભાઈ ભરતભાઈ પાડલીયા (રહે. રંગપર બેલા) નું નામ ખુલતા પોલીસે ચારેય ઇસમો વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….



