વાંકાનેર સિવિલ હોસ્પીટલ ખાતે આવતીકાલ ગુરુવારે કેન્સર સ્ક્રીનિગ તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ કેમ્પનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
આવતીકાલ ગુરુવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી યોજાનાર આ નિદાન કેમ્પમાં અમદાવાદ GCRIના પ્રખ્યાત ડોક્ટર્સ દ્વારા કેન્સરના દર્દીઓનું સ્ક્રીનીંગ તથા નિદાન કરવામાં આવશે, જેમાં ખાસ ગર્ભાશય કેન્સર, સ્તન કેન્સર તથા મોઢાના કેન્સર સહિતના રોગનું સ્ક્રીનીંગ તથા નિદાન કરવામાં આવશે….