વાંકાનેર શહેરના જીનપરા જકાત નાકા ખાતે હાઇવે પર ગતરાત્રિના વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ થતાં ચકચાર મચી ગઈ છે, જેમાં પોલીસ જવાનોને ઇજાઓ પહોંચતા આ મામલે ફરજ નિષ્ઠ પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરનાર ત્રણ ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ફરીયાદી એ. પી. મેવાડાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓ ગતરાત્રીના વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા ખાતે વાહન ચેકીંગની કામગીરી કરી રહ્યા હોય, ત્યારે બાઉન્ડ્રી તરફથી પુર ઝડપે આવતી એક સ્વીફ્ટ ડીઝાયર કાર નં. GJ 13 NN 6919 ને રોકી તલાસી લેવાનો પ્રયાસ કરતાં, કાર ચાલકે એકદમ પોતાનું વાહન હંકારી મુકી પોલીસ ટીમ પર કાર ચડાવવાનો પ્રયાસ કરી, ફરિયાદી પીએસઆઇને કારના દરવાજામાં ફસાવી હાઇવે જકાતનાકાથી હોટલ હરસિદ્ધિ સુધી ઢસડી ગંભીર ઇજાઓ પહોંચાડી હાઇવે પર ફેંકી પોતાનું વાહન લઇને નાસી ગયા હતા…


આ બનાવમાં કાર ચલાવનાર આરોપી સુનીલભાઇ ઝવેરભાઇ ઉનેચા (રહે. નવા જંકશન, સુરેન્દ્રનગર)એ અન્ય બે આરોપી નયનભાઇ ગોપાલભાઇ ઝખવાડીયા (રહે. ૮૦ ફુટ રોડ, શાંતિનગર, સુરેન્દ્રનગર) તથા મયંકભાઇ લાલાભાઇ વાલાણી (રહે. નવા જંકશન, સુરેન્દ્રનગર)ના કહેવાથી પોલીસ ટીમ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી પોલીસ જવાનોને સામાન્ય તેમજ ગંભીર ઇજાઓ પહોંચી જીવલેણ અકસ્માત સર્જવાનો પ્રયાસ કરતાં, આ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



