વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ છેતરપીંડીના કેસમાં જેલ હવાલે કરાયેલ કાચા કામનો કેદી જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયો હોય જેથી આ મામલે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા તપાસનો ધમધમાટ ચલાવી ફરાર આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી પુનઃ જેલ હવાલે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધાયેલ ૧૫/૨૦૨૩ ના છેતરપીંડીના ગુનામાં આરોપી રમેશ રામસુભોગ પ્રજાપતિ મોરબી જેલમાં કેદ હોય, જેણે ગુજરાત હાઈકોર્ટે આઠ દિવસના વચગાળાના જામીન આપ્યા બાદ ગત તા. ૨૮/૦૨/૨૪ના જામીન મુક્ત થયો હતો, જે કાચા કામના કેદીએ રજા પૂર્ણ થતાં તા. ૦૭/૦૩/૨૪ ના રોજ જેલ ખાતે પરત હજાર થવાનું હતું, પરંતુ આજ સુધી કેદી હાજર ન થતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ચોક્કસ ખાનગી બાતમીને આધારે આરોપી રમેશભાઈ રામસુભોગ પ્રજાપતિ (રહે. રામલક્ષણ, મહારાષ્ટ્ર)ને મહારાષ્ટ્રના થાણે જીલ્લાના ઉલ્હાસનગર ખાતેથી ઝડપી પાડી પુનઃ મોરબી સબ જેલ હવાલે કર્યો હતો….