વાંકાનેરના ચંદ્રપુર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે નેશનલ હાઈવે પર શુક્રવાર રાત્રિના હાઇવે ઓળંગતા બે યુવાનોને બાઉન્ડ્રી તરફથી પુર ઝડપે આવતી કાર ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે બીજા એક યુવાનને ઇજાઓ પહોંચી હોય, જે બાદ હાલ આ બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર બાદ કાર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી નુરાખાન સફુરખાન કુંભારએ વાંકાનેર સીટી પોલીસમાં કાર નં. GJ 36 L 9229 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી તથા સાહેદ સિંકદરખાન ચંદ્રનુર નજીક વતન હોટલ ખાતે જમીને રોડ પર ઉભા હોય, ત્યારે બાઉન્ડ્રી તરફથી આવતી ઉપરોક્ત કાર ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી ફરિયાદી તથા મરણ જનારને હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા સાહેદ સિકંદરખાનનું મોત થયું હતું, જ્યારે ફરિયાદીને માથા તથા હાથના ભાગે ઇજાઓ પહોંચાડી હતી, જેથી હાલ આ બનાવમાં પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1