વાંકાનેર નજીક રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રિજ નીચેથી વાંકાનેર તાલુકા પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે મૂળ ભાવનગર સિહોરના વતની અને હાલમાં વાંકાનેરના નવા ઢુંવા ગામે રહેતા એક શખ્સને ઝડપી પાડી તેની સામે આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન રાજકોટ-ચોટીલા નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રીના ઓવરબ્રી નીચેથી આરોપી અરવિંદસિંહ ઉર્ફે એડો ઉર્ફે એડી મહિપતસિંહ ગોહિલ (ઉ.વ. ૩૩, રહે. હાલ નવા ઢુવા, મૂળ રહે.ભડલી ગામ તા.સિહોર, જિલ્લો ભાવનગર)ને દેશી બનાવટની રિવોલ્વર (કિંમત રૂ. ૫,૦૦૦) સાથે ઝડપી પાડી તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0