
વાંકાનેર શહેરની બ્રાહ્મણ ભોજનશાળા ખાતે આગામી રવિવારે શ્રી ઔદિચ્ય બ્રાહ્મણ મહિલા મંડળ દ્વારા નિઃશુલ્ક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનુભવી તબીબો દ્વારા વિવિધ વિભાગોની સંપૂર્ણ નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવશે. આ સેવામાં જનરલ મેડિસિન (MD) માટે ડૉ. સત્યજિતસિંહ સાહેબ, ઓર્થોપેડિક (હાડકા-સાંધા) માટે ડૉ. સેતુ જસાણી, ગાયનેક (સ્ત્રીરોગ) તથા યુરો સર્જન તરીકે ડૉ. મિલન સિંઘાળા સેવા આપશે…


આ સાથે જ કેમ્પમાં દર્દીઓ માટે નિઃશુલ્ક X-Ray, બ્લડ પ્રેશર (BP) તથા શુગર ચેકઅપ જેવી તપાસ સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે, જેથી સામાન્ય જનતા ખાસ કરીને જરૂરિયાતમંદ લોકો આ આરોગ્ય તપાસ કેમ્પનો લાભ લઈ શકે. કેમ્પમાં રજીસ્ટ્રેશન માટે મો. 95373 07274, 94282 12324 અથવા 94282 78866 પર સંપર્ક કરવા જણાવાયું છે….




