Tuesday, February 17, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા....

    વાંકાનેર ખાતે મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરાયા….

    મોરબી જિલ્લા ભાજપ સંગઠનની નવ રચના સાથે ગઇકાલે વિવિધ હોદેદારોની વરણી કરવામાં આવી હોય, જેમાં વાંકાનેર પંથકમાંથી મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં સમાવિષ્ઠ હોદેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરવામાં આવ્યા હતા….

    આ તકે મોરબી જીલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે ચતુરભાઈ મકવાણા, ઉપપ્રમુખ તરીકે યોગેન્દ્રસિંહ ઝાલા તથા રસિકભાઈ વોરા, મંત્રી તરીકે ગૌરીબેન ભુપતભાઈ કુકાવા, યુવા મોરચાના મહામંત્રી તરીકે સુખદેવભાઈ ડાભી, મહિલા મોરચાના મહામંત્રી તરીકે પ્રજ્ઞાબા ઝાલા, બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે ગજેન્દ્રસિંહ રાઠોડ તથા જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ તરીકે ગણપતસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હોય, જેથી આ તમામનું જીનપરા જકાતનાકા ખાતે ઢોલ નગારા સાથે સ્વાગત કરી પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ-ભાજપ કાર્યાલય ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તેમજ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફુલ-હાર-શાલથી સન્માન કરવામાં આવ્યું હતું….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!