વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ પાછળથી થોડા દિવસ પહેલા એક બાઈકની ચોરી કરવામાં આવી હોય, જે બાઇક ચોરી અંગે પોલીસે તપાસ ચલાવી બાતમીને આધારે બાઇક ચોરીનો ભેદ ઉકેલી અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ નજીકથી ચોરાઉ બાઈક સાથે હિસ્ટ્રી શીટર આરોપીને ઝડપી પાડ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પીર મશાયખ હોસ્પિટલ પાછળથી ચોરાયેલ હીરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 10 K 8807 સાથે આરોપી હનીફશા ઇબ્રાહીમશા શાહદાર (ઉ.વ-૩૬ રહે. ચુનારા વાડ ચોક, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટ)ને અમરસિંહજી હાઇસ્કુલના ગ્રાઉન્ડ નજીકથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવમાં ઝડપાયેલ આરોપી બાઇક ચોરીની આદત ધરાવતો હોય અને અગાઉ અલગ અલગ 12 બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1