મચ્છો માતાજીના મંદિર ખાતેથી માલધારી સમાજના આગેવાનોએ શિક્ષણ ઉપર ભાર મૂકી કુરિવાજોને તિલાંજલિ આપવા આહ્વાન કરાયું….
વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છો માતાજીના મંદિર ખાતે છેલ્લા 14 વર્ષથી ગોપાલક સમૂહ લગ્ન સમિતિ દ્વારા ભરવાડ સમાજના સમુહલગ્નનું આયોજન કરવામાં આવતું હોય, જે નિમિત્તે આજરોજ સતત 14માં વર્ષે યોજાયેલ ભવ્ય સમૂહ લગ્નોત્સવમાં એક સાથે ૫૮ ભરવાડ સમાજના દીકરા-દીકરીઓએ નવા જીવનની શરૂઆત કરી હતી….
આ તકે નવદંપતિઓને આશીર્વાદ આપવા વિવિધ ધાર્મિક સંસ્થાઓના સાધુ, સંતો, મહંતો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ, ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તેમજ સમાજના અગ્રણીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો દ્વારા કુરિવાજોને તિલાંજલિ આપવા તેમજ શિક્ષણ અને એકતા ઉપર ભાર મૂક્યો હતો.…