વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક આઇસર ચાલકે દારૂ પીધેલી હાલતમાં પોતાનું વાહન ચલાવી આગળથી પસાર થતાં એક ટ્રક ટ્રેઇલર સાથે ધડાકાભેર પોતાનું વાહન અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેથ આ બનાવ મામલે આઇસર ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ગમારા પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા એક આઇસર વાહન નં. GJ 03 BY 7148 ના ચાલક જુવાનસીંગ શાંતીલાલ વાખલા (ઉ.વ. ૪૦, રહે. મધ્યપ્રદેશ)એ ગેરકાયદેસર દારૂ પી પોતાનું વાહન પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી આગળ જતાં ટ્રક ટ્રેઇલર નં. KA 35 D 7681 સાથે ધડાકાભેર પોતાનું વાહન અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેથી આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે આઇસર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS