વાંકાનેર શહેરના જીનપરા ખાતે દુકાન ધરાવતા વેપારી યુવાને તેના મિત્રને હાથ ઉછીના રૂ. 200 આપેલ હોય, જે પૈસાની પરત માંગણી કરતા આ બાબતનું સારૂં નહીં લાગતા આરોપીએ યુવાનને ગાળો આપી, ઈંટનો કટકો મારી હાથ ભાંગી નાખતા બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા ફરિયાદી રમેશભાઈ હરજીભાઈ પટેલે આરોપી વિજય સોમાભાઇ બાવળિયાને તેની પત્નીની દવા લેવા માટે ઉછીનાં રૂ. 200 આપેલ હોય, જેથી આરોપી જીનપરામાં ફરિયાદીની અજંતા પાનની દુકાને આવતા ઉછીનાં પૈસાની પરત માંગણી કરતા આરોપીને આ બાબતનું સારૂં નહીં લાગતા ઉશ્કેરાઈ જઈ રમેશભાઈને ગાળો આપી ઇંટના ટુકડાનો ઘા મારી હાથમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચાડી હોય, જેથી આ મામલે આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg