જમ્મુ કાશ્મીરના પહેલગાવમાં થયેર આંતકી હુમલોને પગલે સમગ્ર દેશભરમાં ફાટી નીકળેલા આક્રોશ જોતા ભારતીય સેનાએ ‘ ઓપરેશન સિંદુર ‘ સાથે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી આતંકીઓનો સફાયો કરીને પહેલગામનો બદલો લીધો હતો, જેથી ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે આજરોજ વાંકાનેર શહેર ખાતે ભારતીય સેનાના જુસ્સાને વધારવા ભાજપના બંને જુથો દ્વારા અલગ અલગ ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી…
જેમાં સવારે વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ સંગઠનની પ્રથમ તિરંગા યાત્રા તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી સ્ટેચ્યુ ચોક સુધી શહેરના રાજમાર્ગો પર આગળ વધી હતી. જ્યારે બીજી તિરંગા યાત્રા સાજે પાંચ વાગ્યે ધારાસભ્યની આગેવાનીમાં વીશીપરા ખાતેથી માર્કેટ ચોક(ધારાસભ્ય કાર્યાલય) સુધી યોજાઇ હતી. આ બંને ત્રિરંગા યાત્રા શહેરના મુખ્યમાર્ગો પર ફરી અને લોકોમાં દેશભક્તિને ઉજાગર કરવા પ્રયાસ કરાયો હતો…