Thursday, November 21, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં વર્તાયો ગુલાબી ઠંડીનો ચમકારો, લોકો ધાબળા અને...

    વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાં વર્તાયો ગુલાબી ઠંડીનો ચમકારો, લોકો ધાબળા અને તાપણાના શરણે…..

    વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લા આજે વહેલી સવારે તો ઝાકળ અને ઠંડીથી જનજીવન ઠીકરાઇ ગયું છે, જેમાં છેલ્લા બે દિવસથી જીલ્લામાં શિયાળાની ગુલાબી અને કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આ શિયાળાની વહેલી સવારમાં રોજગાર અને શિક્ષણ મેળવવા ઘરેથી નિકળી પડતા નાગરિકો અને બાળકો ગરમ સ્વેટર, ટોપી, શાલ તથા ધાબળામાં સજ્જ જોવા મળી રહ્યા છે…

    ગુજરાત રાજ્યમાં ગઈકાલ રાતથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે સમગ્ર મોરબી જીલ્લામાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે
    હાડ થીજાવતી ઠંડી વચ્ચે ગુજરાતના અનેક શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ હતી. હાઈવે પર ધુમ્મસના કારણે વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા.

    છેલ્લા 2 થી 3 દિવસથી ઠંડીએ જોર પકડ્યું છે, જેના કારણે લોકોને દિવસ દરમિયાન પણ સ્વેટર અને જાકીટ નો સહારો લેવો પડી રહ્યો છે અને રાત્રીના સમયે લોકો ધાબળા અને તાપણાં તાપણા નો સહારો લઇ રહ્યા છે. વાંકાનેર સહિત મોરબી જિલ્લામાં આજે પારો 12 થી 13 ડિગ્રી જેટલો નોંધાયો છે અને આગામી દિવસોમાં આ પારો હજુ વધુ ગગળે તો નવાઈ નહિ…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!