
વાંકાનેર પંથકમાં લાંબા સમયની પ્રતીક્ષા બાદ આખરે મેઘરાજાની અમી કૃપા વરસી છે. ગત રાત્રી દરમિયાન સમગ્ર વાંકાનેર પંથકમાં સચરાચર ૨૩ એમ.એમ. (આશરે એક ઇંચ) જેટલો વરસાદ નોંધાયો છે, જેને પગલે લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે…
ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ માત્ર ૩૪ એમ.એમ. નોંધાયો છે, જેમાંથી ગત રાત્રે જ ૨૩ એમ.એમ. વરસાદ પડી જતાં ધરતીપુત્રો માટે આ મેઘમહેર સંજીવની સમાન સાબિત થઈ છે. ખેડૂતોના ખેતર પર જાણે ‘કાચું સોનું’ વરસ્યું હોય તેમ આ વરસાદથી મોલાને મોટો ફાયદો થશે અને કૃષિ કામગીરીમાં નવી ઉર્જાનો સંચાર થયો છે…

રાત્રિ દરમિયાન એકધારા પડેલા વરસાદને કારણે ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા સવારના સમયે સામાન્ય જનજીવન થોડું પ્રભાવિત થયેલું જોવા મળ્યું હતું. જો કે, લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ભારે રાહત અનુભવી છે…

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t


