Monday, July 13, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વાલાસણ-કોટડાનાયાણી રોડ પર પોલીસનો ફિલ્મી પીછો : દારૂ ભરેલી ક્રેટા કાર...

    વાંકાનેરના વાલાસણ-કોટડાનાયાણી રોડ પર પોલીસનો ફિલ્મી પીછો : દારૂ ભરેલી ક્રેટા કાર નદીના પટમાં ખાબકી, ₹8.10 લાખનો મુદ્દામાલ જપ્ત….

    વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ નજીક કોટડા-નાયાણી રોડ પર પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક શંકાસ્પદ સફેદ કલરની ક્રેટા કારને ઝડપી પાડી છે. પોલીસને જોઈ કારચાલકે ગાડી ભગાડી મૂકતા પીછો કરવા દરમિયાન કાર નદીના પટમાં રોડની બહાર ખાડામાં ખાબકી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે વિદેશી દારૂ અને ક્રેટા કાર મળી કુલ ₹ 8,10,420 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, વાંકાનેર તાલુકાના વાલાસણ ગામ નજીક કોટડા-નાયાણી રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ક્રેટા કાર પસાર થવાની હોય, જે ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી પોલીસે શંકાસ્પદ સફેદ કલરની ક્રેટા કાર નં. GJ-01RY 9981ને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે પોલીસને જોઈને ગાડી ઉભા રાખવાને બદલે પૂરપાટ ઝડપે ભગાડી મૂકી હતી.

    પોલીસ ટીમે તાત્કાલિક કારનો પીછો કરતા કોટડા-નાયાણી રોડ પર નદીના પટમાં કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા ક્રેટા કાર રોડની બહાર ઉંડા ખાડામાં ખાબકી હતી. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની કુલ 836 બોટલો (કિંમત ₹3,10,420) મળી આવી હતી. જેથી પોલીસે સ્થળ પરથી અલગ અલગ બ્રાંડની વિદેશી દારૂની બોટલો કથા કાર સહિત કુલ રૂ. 8,10,420 નો મુદ્દામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઈને નાસી છૂટેલા કાર ચાલક, દારૂનો જથ્થો ભરી મોકલનાર ઈસમ કથા દારૂનો જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગર એમ ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!